Joshua 4:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇઝરાયલના લોકોને યહોશુઆએ જે પ્રમાણે આજ્ઞા આપી હતી તે પ્રમાણે કર્યું અને યહોવાહે યહોશુઆને જે પ્રમાણે કહ્યું હતું તેમ, તેઓએ યર્દનની મધ્યેથી બાર પથ્થર લીધાં અને તેઓએ ઇઝરાયલના લોકોના કુળની સંખ્યા પ્રમાણે ગોઠવ્યા. તેઓએ તેને ઊંચકીને તે જગ્યા કે જ્યાં તેઓ રાત વિતાવવાના હતા ત્યાં મૂક્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઇઝરાયલીઓના એ માણસોએ યહોશુઆના કહ્યા પ્રમાણે કર્યું. પ્રભુએ યહોશુઆને આપેલી આજ્ઞા પ્રમાણે તેમણે પ્રત્યેક કુળ માટે એક એમ બાર પથ્થરો યર્દનની વચમાંથી ઉપાડી લીધા અને તેમને છાવણીમાં લઈ જઈને ઊભા કર્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યહોશુઆએ આજ્ઞા આપી તેમ ઇઝરાયલી લોકોએ કર્યું, અને યહોવાએ યહોશુઆને કહ્યું હતું તે પ્રમાણે તેઓએ ઇઝરાયલી લોકોનાં કુળની સંખ્યા પ્રમાણે યર્દન મધ્યેથી બાર પથ્થરો ઊંચકી લીધા. અને તેઓએ તે પોતાની સાથે પેલે પાર છાવણી સુધી લઈ જઈને ત્યાં મૂક્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી ઇસ્રાએલી પ્રજાએ યહોશુઆએ જણાવ્યા મુજબ કર્યુ. યહોવાએ યહોશુઆને આજ્ઞા કરી હતી તે મુજબ કુળસમૂહદીઠ એક એમ બાર ઇસ્રાએલીઓએ યર્દનની અધવચ્ચેથી બાર પથ્થરો ઉપાડી લીધા અને જ્યાં તેઓ રાત્રે છાવણી કરવાના હતા ત્યાં તેઓએ સ્માંરક બનાવ્યું.