Joshua 5:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે કહ્યું, "એમ તો નહિ, પણ હું યહોવાહનાં સૈન્યનો સરદાર છું." અને યહોશુઆએ ભૂમિ પર પડીને તેનું ભજન કરીને કહ્યું, "મને માલિકનો આદેશ ફરમાવો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે જવાબ આપ્યો, “હું કોઈના પક્ષનો નથી. હું તો અહીં પ્રભુના સૈન્યના સેનાપતિ તરીકે આવેલો છું.” યહોશુઆએ ભૂમિ સુધી પોતાનું મુખ નમાવીને ભજન કરતાં કહ્યું, “મારા માલિક, હું તો તમારો દાસ છું. આપની શી આજ્ઞા છે?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે તે બોલ્યો, “ના; પણ યહોવાઅના સૈન્યના સરદાર તરીકે હું આવેલો છું.” અને યહોશુઆ ભૂમિ પર ઊંધો પડ્યો, ને ભજન કરીને તેને કહ્યું, “મારો માલિક પોતાના દાસને શું કહે છે?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે પ્રત્યુત્તર આપ્યો, “હું તો એકે નથી,” પણ હું તો યહોવાની સેનાનો સેનાધિપતિ છું. અને એ તમને કહેવા માંટે આવ્યો છું. યહોશુઆએ તેને જમીન પર મોઢું કરીને ભજન કરીને કહ્યું, “માંરા માંલિકની તેના સેવકને શી આજ્ઞા છે?”