Joshua 5:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને યહોવાહે યહોશુઆને કહ્યું, "આ દિવસથી હું તારા પરથી મિસરનું કલંક દૂર કરીશ. "માટે, તે જગ્યાનું નામ ગિલ્ગાલ રાખ્યું જે આજ સુધી તે નામ ઓળખાય છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુએ યહોશુઆને કહ્યું, “આજે મેં તમારી ઇજિપ્તની ગુલામીનું કલંક દૂર કર્યું છે.” આથી તે જગ્યાનું નામ ગિલ્ગાલ ચગબડવુૃં પાડવામાં આવ્યું; આજે પણ તે એ જ નામે ઓળખાય છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યહોવાએ યહોશુઆને કહ્યું, “આજે મેં તમારા ઉપરથી મિસરનો દોષ દૂર કર્યો છે. માટે જે જગાનું નામ ગિલ્ગાલ પાડવામાં આવ્યું, જેમ આજ સુધી છે તેમ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી યહોવાએ યહોશુઆને કહ્યું, “આજે મેં તમાંરામાંથી દોષ દૂર કર્યો છે જે તમને મિસરમાં હતો.” તેથી આજથી આ જગાને ગિલ્ગાલ કહેવાશે અને આજે પણ તે એ જ નામે ઓળખાય છે.