Joshua 6:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ યહોશુઆએ લોકોને આજ્ઞા કરીને કહ્યું કે," હોકારા પાડશો નહિ. હું તમને હોકારો પાડવાનુ કહું નહિ તે દિવસ સુધી તમારા મુખમાંથી તમે અવાજ કાઢશો નહિ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ યહોશુઆએ લોકોને આજ્ઞા આપી હતી: “હું હુકમ ન આપું ત્યાં સુધી તમારે યુદ્ધનો પોકાર પાડવાનો નથી કે કંઈ અવાજ કરવાનો નથી; અરે, એક શબ્દ પણ ઉચ્ચારવાનો નથી. હું કહું ત્યારે જ તમારે યુદ્ધનો પોકાર પાડવાનો છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યહોશુઆએ લોકોને એવી આજ્ઞા કરી, “હું તમને હોકારો કરવાનું કહું તે દિવસ સુધી તમે હોકારો કરશો નહિ, ને તમારી વાણી સંભળાવા દેશો નહિ, ને તમારા મોંમાંથી એકે શબ્‍દ નીકળે નહિ. [હું કહું] ત્યારે જ તમે હોકારો કરજો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ યહોશુઆએ લોકોને શાંતિ જાળવવાની અને યુદ્ધનાદની બૂમો ન પાડવા કહ્યું. તેણે કહ્યું, “જ્યારે હું તમને બૂમ પાડવાનું કહીશ ત્યારે બૂમ પાડજો નહિતર કોઈ અવાજ ન કરતાં. જ્યારે હું તમને કહું ત્યારે જ તમે બૂમ પાડજો.”