Joshua 6:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સાતમે દિવસે જયારે યાજકો જોરથી રણશિંગડા વગાડતા હતા ત્યારે યહોશુઆએ લોકોને આજ્ઞા કરી કે, "મોટેથી વગાડો. કેમ કે યહોવાહે આ નગર તમને આપ્યું છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સાતમીવાર કૂચ કરતી વખતે યજ્ઞકારો રણશિંગડાં વગાડવાના હતા ત્યારે યહોશુઆએ લોકોને હુકમ આપતાં કહ્યું, “યુદ્ધનો પોકાર પાડો, કારણ, પ્રભુએ આ શહેર તમારા હાથમાં સોંપ્યું છે!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને સાતમી વખતે એમ થયું કે, યાજકો રણશિંગડાં વગાડતા હતા ત્યારે યહોશુઆએ લોકોને કહ્યું, “હોકારો કરો; કેમ કે યહોવાએ નગર તમને આપ્યું છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ફક્ત તે દિવસે જ તેમણે નગરની સાત વાર પ્રદક્ષિણા કરી હતી સાતમાં ફેરા વખતે લાંબા સમય સુધી યાજકોએ જોરથી રણશિંગડાં ફૂંકયા, તેથી યહોશુઆએ લોકોને કહ્યું, “જોરથી બૂમો પાડો યહોવાએ આપણને આ નગર આપી દીધું છે!