Joshua 6:17 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ નગર તથા તેમાંનું સર્વ યહોવાહને સમર્પિત કરવામાં આવશે. કેવળ રાહાબ ગણિકા અને તેની સાથે તેના ઘરનાં સર્વ જીવતાં રહેશે. કેમ કે જે માણસોને આપણે મોકલ્યા હતા તેઓને તેણે સંતાડ્યા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુને સમર્પણ તરીકે શહેરનો અને તેની અંદરના સર્વસ્વનો નાશ કરવાનો છે. માત્ર રાહાબ વેશ્યાએ આપણા જાસૂસોને સંતાડયા હતા તેથી તેને તથા તેના કુટુંબને બચાવી લેવાનાં છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને નગર તથા તેમાંનું સર્વ યહોવાને સમર્પિત થશે. કેવળ રાહાબ વેશ્યા અને તેની સાથે ઘરમાં જે હોય તે સર્વ જીવતાં રહે, કારણ કે જે જાસૂસોને આપણે મોકલ્યા હતા તેઓને તેણે સંતાડી રાખ્યા હતા તેઓને તેણે સંતાડી રાખ્યા હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એ નગર તથા તેમાંનું બધુંજ યહોવાનું છે, કેવળ રાહાબ વારાંગના અને તેના ઘરના માંણસો સિવાયની પ્રત્યેક વ્યક્તિને માંરી નાખજો, કારણ કે તેણે આપણે મોકલેલા જાસૂસોને રક્ષણ આપ્યું હતું.