Joshua 6:18 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ તમે પોતાના માટે, તમામ એવી નાશવંત વસ્તુ લેવા વિષે સાવધ રહો. રખેને તે વસ્તુઓને શાપિત માન્ય પછી તેમાંથી કશું લો. અને તેમ કરવાથી તમે ઇઝરાયલની છાવણીનો નાશ થાય એવું કરો અને તેના પર સંકટ લાવો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ નાશનિર્મિત વસ્તુઓમાંથી તમારે કંઈ લેવાનું નથી; નહિ તો ઇઝરાયલની છાવણી પર સંકટ અને વિનાશ લાવશો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને શાપિત વસ્તુથી તમે પોતાને સર્વ પ્રકારે અલગ રાખો, રખેને તેને શાપિત કર્યા પછી તમે પોતે શાપિત વસ્તુને લો; અને એમ કરીને ઇઝરાયલની છાવણીને શાપિત કરો, ને તેને હેરાન કરો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમાંરે બધાંએ સતર્ક બનવું તેમાંની કોઈ શાપિત વસ્તુ ન લેવી જેનો સંપૂર્ણ નાશ કરવાનો છે. તમે એમાંથી કઈ લો અને રાખો તો ઇસ્રાએલી છાવણી પર વિપત્તિ આવશે અને તમે વિનાશ નોતરશો.