Joshua 6:20 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી લોકોએ હોંકારો કર્યો અને યાજકોએ રણશિંગડાં વગાડયાં. જયારે લોકોને રણશિંગડાનો સાદ સંભળાયો ત્યારે તેઓએ મોટો અવાજ કર્યો અને કોટ તૂટી પડ્યો તેથી લોકોમાંનો દરેક પુરુષ સીધો નગરમાં દોડી ગયો અને તેઓએ નગરને પોતાને કબજે કર્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી યજ્ઞકારોએ રણશિંગડાં વગાડયાં અને એ સાંભળતાંની સાથે જ લોકોએ યુદ્ધનો મોટો પોકાર પાડયો એટલે શહેરનો કોટ તૂટી પડયો. પછી ભારે ધસારા સાથે આખું સૈન્ય શહેરમાં સીધેસીધું ધૂસી ગયું અને તેને જીતી લીધું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે લોકોએ હોકારો કર્યો અને [યાજકોએ] રણશિંગડાં વાગડ્યાં. અને એમ થયું કે, લોકોએ રણશિંગડાનો અવાજ સાંભળતાં જ ઘાંટો કાઢીને મોટો હોકારો કર્યો, ત્યારે કોટ એમને એમ તૂટી પડ્યો; એટલે લોકોમાંનો પ્રત્યેક પુરુષ સીધો નગરમાં ઘસી ગયો, અને તેઓએ નગર લીધું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી લોકોએ પોકાર કર્યો અને યાજકોએ રણશિંગાં ફૂંકયાં, જ્યારે લોકોએ રણશિંગાંનો અવાજ સાંભળ્યો તેઓએ મોટી બૂમ પાડી અને તે સમયે નગરની દીવાલ પડી ગઈ, અને ત્યાં જે બધા લોકો ઉભા હતા અંદર ધસી ગયા અને તેને કબજે કરી લીધું.