Joshua 7:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી સવારમાં, પોતપોતાનાં કુળ પ્રમાણે તમે પોતાને રજૂ કરો. પછી એમ થશે કે, જે કુળને યહોવા ચિઠ્ઠીથી પકડે, તે કુટુંબવાર આગળ આવે. તેમાંથી યહોવા જે કુટુંબને પકડે તેનું પ્રત્યેક ઘર આગળ આવે. જે ઘરનાંને યહોવા પકડે તે ઘરનાં પુરુષો એક પછી એક આગળ આવે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી તેમને કહે કે, સવારમાં તમને કુળ પ્રમાણે પ્રભુ આગળ રજુ કરવામાં આવશે. પછી પ્રભુ જે કુળને પકડે તે કુળ ગોત્રવાર આગળ આવે; અને જે ગોત્રને પ્રભુ પકડે તે ગોત્ર કુટુંબવાર આગળ આવે; અને જે કુટુંબને પ્રભુ પકડે તે કુટુંબ પુરુષવાર આગળ આવે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ માટે સવારે તમને પોતપોતાના કુળ પ્રમાણે રજૂ કરવામાં આવશે. પછી એમ થશે કે, જે કુળને યહોવા પકડે, તે કુટુંબવાર આગળ આવે; અને જે કુટુંબને યહોવા પકડે, તે ઘરવાર આગળ આવે; પછી જે ઘરનાંને યહોવા પકડે, તે પુરુષવાર આગળ આવે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“‘આથી સવારે તમે બધા પોતાના કુળસમૂહ પ્રમાંણે આવજો અને જે કુળસમૂહને યહોવા પસંદ કરશે તે જાતિ પ્રમાંણે આગળ આવશે અને જે જાતિ યહોવા પસંદ કરશે તે કુટુંબો પ્રમાંણે આગળ આવશે. અને યહોવા જે કુટુંબને પસંદ કરે તે વ્યક્તિ પ્રમાંણે આગળ આવશે.