Joshua 7:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એમ થાય કે જે વસ્તુ શાપિત છે તે જેની પાસેથી પકડાશે તે પુરુષને તથા તેના સર્વસ્વને બાળી નાંખવામાં આવશે. કારણ કે તેણે યહોવાહનો કરાર તોડયો છે અને ઇઝરાયલમાં શરમજનક મૂર્ખાઈ કરી છે."'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી જેની પાસેથી મના કરેલી અર્પિત વસ્તુ મળી આવે તેને અને તેના સર્વસ્વને અગ્નિમાં બાળી નાખવામાં આવે; કારણ, એવા માણસે પ્રભુનો કરાર તોડીને ઇઝરાયલને ભારે કલંક લગાડયું છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને એમ થાય કે જેની પાસેથી શાપિત વસ્તુ મળી આવે તેને ને તેના સર્વસ્વને અગ્નિમાં બાળી નાખવામાં આવે; કારણ કે તેણે યહોવાના કરારનું ઉલ્લંઘન કરીને ઇઝરાયલમાં મૂર્ખાઈ કરી છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જો વ્યક્તિએ વસ્તુઓમાંથી ચોરી કરી હોય જેનો નાશ કરવાનો હતો, તેને તેની મિલ્કત સાથે જીવતો બાળી મુકાશે, કારણકે તેણે યહોવાની આજ્ઞાનું ઉલ્લઁધન કર્યું હતું, યહોવાના કરારને તોડ્યો છે, અને ઇસ્રાએલના લોકોને ભયંકર ઈજા પહોચાડી છે.’”