Joshua 7:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે યહૂદાના કુળને આગળ લાવ્યો, તેમાંથી ઝેરાહીઓનું કુટુંબ પકડાયું. પછી તે ઝેરાહીઓનાં કુટુંબમાંથી એક પછી એક વ્યક્તિને આગળ લાવ્યો ત્યારે તેમાંથી ઝાબ્દી પકડાયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે યહૂદાના કુળને ગોત્રવાર રજૂ કર્યું, તો ઝેરાનું ગોત્ર પકડાયું. પછી તેણે ઝેરાના ગોત્રને કુટુંબવાર રજૂ કર્યું તો ઝાબ્દીનું કુટુંબ પકડાયું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે યહૂદાનાં કુટુંબને આગળ લાવ્યો, ત્યારે તેણે ઝેરાહીઓનું કુટુંબ પકડ્યું. અને તેણે ઝેરાહીઓના કુટુંબના પુરુષોને એક પછી એક રજૂ કર્યા, ત્યારે ઝાબ્દી પકડાયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોશુઆ યહૂદાના કુટુંબોને આગળ લઈ આવ્યો અને ઝેરાહના કુટુંબને પસંદ કરવામાં આવ્યું. પછી તે ઝેરાહીઓના કુટુંબને આગળ લાવ્યો, અને ઝીમ્રીના કુટુંબને પસંદ કરવામાં આવ્યું.