Joshua 8:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ સર્વ સૈનિકોની આ પ્રમાણે વ્યૂહરચના કરી. મુખ્ય સૈન્ય નગરની ઉત્તરે અને પાછળના સૈનિકો નગરની પશ્ચિમ બાજુએ હતા. યહોશુઆએ તે રાત ખીણમાં વિતાવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આમ, સૈનિકોને આવી રીતે ગોઠવ્યા: લોકોની મુખ્ય છાવણી ઉત્તરમાં રાખી અને બાકીના લોકોને પશ્ર્વિમ તરફ સંતાડી રાખ્યા. યહોશુઆએ તો ખીણમાં રાત ગાળી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આ પ્રમાણે તેઓએ લોકોની ગોઠવણ કરી એટલે જે આખું સૈન્ય નગરની ઉત્તરે હતું તેની તેમ જ નગરની પશ્ચિમે તેઓમાંના જેઓ સંતાઈ રહેતા હતા તેમની. અને યહોશુઆ તે રાત્રે તે ખીણમાં ગયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એ મુખ્ય લશ્કરે નગરની ઉત્તરે છાવણી નાખી, અને છુપાયેલા લોકો પશ્ચિમે રહ્યા અને યહોશુઆએ રાત ખીણમાં પસાર કરી.