Joshua 8:16 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓની પાછળ પડવા માટે જે બધા લોકો નગરમાં રહેતા હતા તેઓને બોલાવીને એકઠા કરવામાં આવ્યા. તેઓ યહોશુઆની પાછળ ગયા અને તેઓને નગરથી દૂર લઈ જવામાં આવ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમની પાછળ પડવા માટે શહેરના સર્વ લોકોને એકત્ર કરવામાં આવ્યા હતા, અને તેઓએ યહોશુઆનો પીછો કર્યો ત્યારે તેઓ તેમને શહેરથી દૂરને દૂર ખેંચી ગયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓની પાછળ પડવા માટે નગરના સર્વ લોકને બોલાવી એકઠા કરવામાં આવ્યા. અને યહોશુઆની પાછળ પડતાં તેઓ નગરથી દૂર ખેંચાયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
નગરના બધા લડવૈયાઓને તેઓનો પીછો પકડવા માંટે બોલાવવામાં આવ્યા અને યહોશુઆનો પીછો પકડવા માંટે તેઓને બોલાવવામાં આવ્યા અને યહોશુઆનો પીછો પકડતા તેઓ નગરથી દૂર નીકળી ગયા.