Joshua 8:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે તેણે પોતાનો હાથ લાંબો કર્યો ત્યારે સંતાઈ રહેલા સૈનિકો ઝડપથી તેમની જગ્યાએથી બહાર ધસી આવ્યા. તેઓએ દોડીને નગરમાં પ્રવેશ કર્યો અને તેને કબજે કર્યું. તેઓએ ઝડપથી નગરને આગ લગાડી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે જેવો પોતાનો હાથ ઊંચો કર્યો કે સંતાઈ રહેલા માણસોએ તાત્કાલિક ઊઠીને નગરમાં દોડીને પેસી ગયા અને તેને કબજે કરી લીધું. પછી તરત જ તેમણે શહેરને આગ લગાડી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેણે પોતાનો હાથ લાંબો કર્યો કે તરત જ સંતાઈ રહેલા માણસો તેમની જગાએથી ઉતાવળથી ઊઠીને દોડ્યા, ને નગરમાં પેસીને તેઓએ તે લીધું. અને ઉતાવળ કરીને તેઓએ નગરને આગ લગાડી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે ભાલો ખેંચ્યો અને તરત જ સંતાઈ રહેલા માંણસો આગળ આવ્યા અને નગર તરફ દોડ્યાં અને તેમાં દાખલ થઈ ગયા, તેઓએ નગર કબજે કરીને આગ લગાડી દીધી.