Joshua 8:21 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે યહોશુઆએ અને સર્વ ઇઝરાયલે જોયું કે, હુમલો કરનાર ટુકડીઓએ નગરને કબજે કરીને સળગાવ્યું છે ત્યારે તેઓ પાછા આવ્યા અને તેઓએ આયના માણસોને મારી નાખ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અન્ય ઇઝરાયલીઓએ શહેરને કબજે કરીને તેને આગ લગાડી છે એ જોતાં યહોશુઆ અને તેના માણસોએ પાછા ફરીને આયના લોકોની ક્તલ ચલાવી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને સંતાઈ રહેલાઓએ નગર લીધું છે, ને બળતા નગરમાંથી ધુમાડો ચઢે છે, એ યહોશુઆએ ને સર્વ ઇઝરાયલે જોયું, ત્યારે તેઓએ પાછા ફરીને આયના માણસોને કતલ કર્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જ્યારે યહોશુઆ અને તેના માંણસોએ જોયું કે સંતાઈ ગયેલા માંણસોએ શહેર કબજે કર્યુ છે અને શહેરમાંથી ધુમાંડાના ગોટા ઊંચે આકાશમાં ચઢી રહ્યાં છે, તેથી તેઓ પાછા ફર્યા અને “આય” ના માંણસો પર હુમલો કર્યો.