Joshua 8:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ અમારી પાછળ બહાર આવશે. પછી અમે તેઓને નગરથી દૂર ખેંચી જઈશું. તેઓ માનશે કે, 'પહેલાંની જેમ તેઓ આપણાથી દૂર ભાગી રહ્યા છે.' માટે અમે તેઓથી દૂર નાસીશું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી તેઓ અમારો પીછો કરશે, અને અમે તેમને શહેરથી ઘણે દૂર ખેંચી જઈશું. તેઓ એમ માની લેશે કે આપણે પહેલાંની જેમ નાસીએ છીએ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને અમારી પાછળ પડવાને તેઓ બહાર આવશે, અને પછી અમે તેમને નગરથી દૂર ખેંચી જઈશું. કેમ કે તેઓ કહેશે કે પહેલાંની જેમ તેઓ અમારી આગળથી નાસે છે; માટે અમે તેઓની આગળથી નાસીશું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓ અમાંરો પીછો પકડશે અને અમે તેમને નગરથી દૂર લઈ જઈશું. તેઓ એમ માંનશે કે અમે પહેલાની જેમ તેમનાથી ડરીને નાસી જઈએ છીએ,