Joshua 8:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોશુઆએ તેઓને બહાર મોકલ્યા અને તેઓ હુમલો કરવાની જગ્યાએ ગયા. તેઓ બેથેલ તથા આય વચ્ચે એટલે કે પશ્ચિમ તરફ આયની વચ્ચે સંતાયા. પણ તે રાતે યહોશુઆ લોકોની વચ્ચે રહ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આમ, યહોશુઆએ તેમને રવાના કર્યા, અને તેઓ આયની પશ્ર્વિમે, આય અને બેથેલની વચ્ચે તેમની સંતાવાની જગ્યાએ પહોંચી ગયા અને ત્યાં રોકાયા. યહોશુઆએ છાવણીમાં જ રાત ગાળી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યહોશુઆએ તેઓને મોકલ્યા. અને તેઓ સંતાઈ રહેવા માટે બેથેલ ને આયની વચ્ચે, પણ આયની પશ્ચિમ તરફ, જઈને રહ્યા, પણ યહોશુઆ તે રાત લોકો મધ્યે રહ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આમ કહીને યહોશુઆએ તેઓને મોકલી દીધા અને તેઓ “આય”ની પાછળની બાજુએ બેથેલ અને આયની વચ્ચે સંતાઈ રહ્યા. પરંતુ યહોશુઆ અને બાકી રહેલું સૈન્ય યરીખોની છાવણીમાં રોકાયું.