Joshua 9:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે દિવસે અમે અહીં આવવાને નીકળ્યા ત્યારે અમે જે રોટલી અમારા ઘરેથી લીધી તે ગરમ હતી પણ અત્યારે, જુઓ, તે સુકાઈ ગઈ છે અને તેને ફૂગ ચઢી ગઈ છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આ અમારી રોટલી જુઓ. અમે એ લઈને તમને મળવાને ઘેરથી નીકળ્યા ત્યારે તો તે ગરમાગરમ હતી. પણ જુઓ, હવે તે સુકાઈ ગયેલી અને ફૂગાઈ ગયેલી છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અમે તમારી પાસે આવવા નીકળ્યા તે દિવસે આ અમારી રોટલી અમારા ભાથાને માટે અમે અમારા ઘરમાંથી ઊની ઊની લીધી હતી; પણ જુઓ, હવે તે સુકાઈને ફૂગાઈ ગઈ છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“અમે જયારે તમને મળવા માંટે ઘેરથી નીકળ્યા ત્યારે એ ગરમ હતા, પણ અત્યારે તમે જુઓ કે એ કેવા સૂકા અને ફુગાઈ ગયા છે!