Joshua 9:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ સર્વ આગેવાનોએ લોકોના સમુદાયને કહ્યું, "ઇઝરાયલના પ્રભુ, યહોવાહનાં સમ તેઓને લક્ષમાં રાખીને લીધાં છે અને હવે અમે તેઓને આંગળી પણ અડકાડી શકીએ નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ તેમણે જવાબ આપ્યો, “અમે ઇઝરાયલના ઈશ્વર પ્રભુને નામે સમ ખાઈને તેમને વચન આપ્યું છે, તેથી અમે તેમને કંઈ કરી શક્તા નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને સર્વ આગેવાનોએ લોકોના સમુદાયને કહ્યું, “અમે તેઓની આગળ યહોવાના એટલે ઇઝરાયલના ઈશ્વરને નામે પ્રતિજ્ઞા લીધી છે. માટે અમારાથી તો તેઓને [આંગળી પણ] ના અડકાડાય.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી આગેવાનોએ ભરી સભામાં જણાવ્યું, “આપણે ઇસ્રાએલના દેવ યહોવો સમક્ષ એ લોકોને સમ લઈને વચન આપ્યું છે, એટલે આ પ્રમાંણે કરીશું: