Joshua 9:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે તેઓએ ષડ્યંત્ર રચ્યું અને ભાથું તૈયાર કરીને તેઓએ પોતાનાં ગધેડાં પર જૂની ગૂણપાટો, દ્રાક્ષારસની જૂની, ફાટેલી અને થીંગડાં મારેલી મશકો લાદી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે તેને છેતરવાનો નિર્ણય કર્યો. તેઓ થોડો ખોરાક લઈ આવ્યા અને ર્જીણ થેલાઓ અને થીંગડાં દીધેલી દ્રાક્ષાસવની મશકોથી પોતાનાં ગધેડાં લાદયાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે તેઓએ પણ કપટ કર્યું, ને ભાથું તૈયાર કરીને તેઓએ પોતનાં ગઘેડાં પર જૂની ગુણપાટો, ને દ્રાક્ષારસની જૂની ને ફાટેલી ને થીંગડાં મારેલી મશકો લાદી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારે તેઓએ તેની સાથે કપટ કરવાનું નકકી કર્યું. તેઓ થોડું ભાથું લઈને નીકળ્યા, તેઓએ ગધેડા પર જૂની ગુણપાટો તથા દ્રાક્ષારસની જૂની ને ફાટલી મશકો લાદી હતી.