Joshua 9:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ જૂનાં અને થીંગડાં મારેલા પગરખાં પોતાનાં પગમાં પહેર્યા અને જીર્ણ થયેલાં વસ્ત્રો પહેર્યા. તેઓને ભોજનમાં પૂરું પાડવામાં આવેલી રોટલી સૂકી અને ફુગાઈ ગયેલી હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે ફાટેલાંતૂટેલાં વસ્ત્રો અને સંધાવીને પહેરેલાં ઘસાઈ ગયેલાં પગરખાં પહેર્યાં હતાં. તેમણે લીધેલી રોટલી સુકાઈ ગયેલી અને ફૂગાઈ ગયેલી હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને પોતાના પગોમાં જૂનાં ને થીંગડાં મારેલાં પગરખાં, ને પોતાનાં અંગ પર જૂનાં વસ્ત્રો પહેરી લીધાં; અને તેઓના ભાથાની બધી રોટલી સુકાઈને ફુગાઈ ગયેલી હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓએ પોતાના એલચીઓને ફાટેલાં તથા થીગડાં માંરેલાં કપડાં પહેરાવીને યહોશુઆ પાસે મોકલ્યા, જેથી એવું લાગે કે તેઓ ઘણી લાંબી મુસાફરી કરીને આવ્યા છે. તેઓએ જૂના સાંધેલા પગરખાં પહેર્યા હતાં, તેમણે સાથે લીધેલા રોટલા સૂકા અને ફુગાઈ ગયેલા હતા.