Judges 1:16 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મૂસાના સાળા કેનીના વંશજો, યહૂદાના લોકો સાથે ખજૂરીઓના નગરમાંથી નીકળીને અરાદની દક્ષિણ બાજુએ આવેલા યહૂદાના અરણ્યમાં (જે નેગેબમાં છે), અરાદ નજીક જઈને યહૂદાના લોકો સાથે રહેવા માટે ગયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કેનીઓ એટલે મોશેના સસરાના વંશજો ખજૂરીઓના નગર યરીખોમાંથી યહૂદાના લોકો સાથે અરાદની દક્ષિણ તરફ આવેલા યહૂદિયાના વેરાનપ્રદેશમાં ગયા અને ત્યાંના લોકો સાથે વસ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મૂસાના સાળા કેનીના પુત્રો યહૂદાપુત્રોને સાથે લઈને ખજૂરીઓના નગરમાંથી નીકળીને અરાદની દક્ષિણ બાજુએ આવેલા યહૂદાના વગડામાં ગયા. અને તેઓ જઈને તે લોકોની સાથે વસ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કેની જાતિના લોકોએ જેઓ મૂસાના સસરાના કુટુંબના હતાં, ખજૂરીના શહેરમાં આવેલા પોતાના ઘરો છોડી દીધાં. તેઓ યહૂદાના લોકોની સાથે યહૂદાના વગડામાં અરાદની દક્ષિણે આવેલા નેગેબમાં ગયાં, કનાનીઓ ત્યાં જઈને યહૂદાના લોકો સાથે વસ્યા.