Judges 1:25 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે તેઓને નગરનો માર્ગ બતાવ્યો. અને તેઓએ તરવારથી તે નગર પર આક્રમણ કર્યું અને તેનો નાશ કર્યો, પણ પેલા માણસને તથા તેના આખા પરિવારને બચાવ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી તેણે તેમને માર્ગ બતાવ્યો. યોસેફના વંશજોએ એ માણસ તથા તેના પરિવાર સિવાય નગરના બધા માણસોનો સંહાર કર્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી તેણે તેઓને નગરમાં જવાનો માર્ગ બતાવ્યો, ને તેઓએ તરવારથી તે નગરનો નાશ કર્યો, પણ તે માણસને તથા તેના આખા કુટુંબને તેઓએ જવા દીધા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી તેણે નગરમાં પ્રવેશ કરવા માંટેનો રસ્તો બતાવ્યો. અને તેમણે નગરના બધા વતનીઓનો પોતાની તરવારથી સંહાર કર્યો, પરંતુ પેલા માંણસને તેના પરિવાર સાથે જીવતો જવા દીધો.