Judges 1:27 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મનાશ્શાના લોકોએ બેથ-શેઆન અને તેના ગામોના, તાનાખના તથા તેના ગામોના, દોર તથા તેના ગામોના, યિબ્લામ તથા તેના ગામોના અને મગિદ્દો તથા તેના ગામોના રહેવાસીઓને કાઢી મૂક્યા નહિ; કારણ કે કનાનીઓએ તે દેશમાં રહેવાને ઇચ્છતા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મનાશ્શાના કુળે બેથ-શેઆન, તાઅનાખ, દોર, ઈબ્બીમ, મગિદ્દો અને એ નગરોની આસપાસનાં તેમનાં ગામોમાંથી ત્યાંના રહેવાસીઓને કાઢી મૂક્યા નહિ; કનાનીઓએ ત્યાં રહેવાનું ચાલુ રાખ્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેમ જ મનાશ્શાએ બેથ-શેઆનના તથા તેના કસવાનો [ના રહેવાસીઓ] ને, તાનાખના તથા તેના કસબાઓ [ના રહેવાસીઓ] ને, દોરના તથા તેના કસબાઓના રહેવાસીઓને, યિબ્લામના તથા તેના કસબાઓના રહેવાસીઓને, ને મગિદ્દોના તથા તેના કસબાઓના રહેવાસીઓને કાઢી મૂક્યા નહિ; પણ કનાનીઓએ તે દેશમાં રહેવા ઇચ્છયું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મનાશ્શાના કુળસમૂહના લોકોએ બેથશેઆન, તાઅનાખ, દોર, યિબ્લઆમ, મગિદોના એ શહેરો અને તેમની આજુબાજુના ગામડાંઓમાં વસતા લોકોને હાંકી કાઢયા નહિ; એ પ્રદેશમાં કનાનીઓનો પગદંડો ચાલુ રાખ્યો.