Judges 1:30 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વળી ઝબુલોને કિટ્રોનમાં તથા નાહલોલમાં રહેતા લોકોને કાઢી મૂક્યા નહિ; એટલે કનાનીઓ તેઓની મધ્યે રહ્યા, પણ ઝબુલોનીઓએ કનાનીઓની પાસે ભારે મજૂરી કરાવીને સેવા કરવાને મજબૂર કર્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઝબુલૂનના કુળે કિત્રોન અને નાહલોલના રહેવાસીઓને કાઢી મૂક્યા નહિ અને તેથી કનાનીઓ ત્યાં તેમની સાથે જ રહ્યા અને વેઠ કરનારા થયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેમજ ઝબુલોને કિટ્રોનના રહેવાસીઓને તથા નાહલોલના રહેવાસીઓને કાઢી મૂક્યા નહિ. પણ કનાનીઓ તેઓની સાથે રહ્યા, ને વેઠ કરનારા થયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઝબુલોનના કુળસમૂહના લોકોએ કિટ્રોન, નાહલોલના વતનીઓને હાંકી ન કાઢયા. કનાનીઓ તેઓની ભેગાજ રહ્યાં અને તેમના ગુલામો તરીકે મજૂરી કરવા લાગ્યા.