Judges 1:33 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
નફતાલીએ બેથ-શેમેશના અને બેથ-અનાથના રહેવાસીઓને કાઢી મૂક્યા નહિ. તેથી નફતાલીનું કુળ કનાનીઓ મધ્યે રહ્યું. જો કે, બેથ-શેમેશના તથા બેથ-અનાથના રહેવાસીઓને નફતાલીઓએ પોતાના ગુલામ બનાવ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
નાફતાલીના કુળે બેથ-શેમેશ અને બેથ-અનાથના રહેવાસીઓને કાઢી મૂક્યા નહિ. નાફતાલીના લોકો સ્થાનિક કનાનીઓ સાથે રહ્યા, પણ તેમણે તેમની પાસે વેઠ કરાવી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેમ જ નફતાલીએ બેથ-શેમેશના રહેવાસીઓને તથા બેથ-અનાથના રહેવાસીઓને કાઢી મૂક્યા નહિ; પણ દેશમાં રહેનારા કનાનીઓની સાથે તે રહ્યો. તોપણ બેથ-શેમેશના તથા બેથ-અનાથના રહેવાસીઓને કાઢી મૂક્યા નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
નફતાલી કુળસમૂહના લોકોએ બેથશેમેશ અને બેથઅનાથના વતનીઓને હાંકી કાઢયા નહિ, પણ તેઓ તે શહેરોના કનાની વતનીઓ ભેગા જ રહેવા લાગ્યા. આ કનાનીઓએ તેમના માંટે ગુલામો તરીકે કામ કર્યુ.