Judges 1:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહૂદા કુળના પુરુષોએ યરુશાલેમ સામે લડાઈ કરીને તેને જીતી લીધું. તેઓએ તરવારની ધારથી હુમલો કર્યો હતો અને તે નગરને બાળી મૂક્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યહૂદાના માણસોએ યરુશાલેમ પર હુમલો કરી તેને જીતી લીધું. તેમણે ત્યાંના લોકોમાં ક્તલ ચલાવી અને શહેરને આગ ચાંપી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે યહૂદાપુત્રોએ યરુશાલેમ પર ચઢાઈ કરીને તેને જીતી લીધું, ને તેના લોકોને તરવારથી મારીને તે નગરને આગ લગાડી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહૂદાના લોકોએ યરૂશાલેમ ઉપર આક્રમણ કરીને તેને કબજે કર્યુ. તે લોકોએ ત્યાંના વતનીઓનો પોતાની તરવારો દ્વારા સંહાર કર્યો અને નગરને આગ ચાંપી.