Judges 10:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ગિલ્યાદના લોકોના આગેવાનોએ એકબીજાને પૂછ્યું, "આમ્મોનીઓની સામે યુદ્ધ શરૂ કરે એવો કયો માણસ છે? તે જ ગિલ્યાદમાં રહેનારાં સર્વનો આગેવાન થશે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યાં લોકો અને ઇઝરાયલી કુળોના આગેવાનો વચ્ચે ચર્ચા વિચારણા થઈ, “આમ્મોનીઓ સામેની લડાઈમાં આગેવાની કોણ આપશે? જે કોઈ આગેવાની આપે તે ગિલ્યાદના સર્વ લોકોનો આગેવાન થાય.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ગિલ્યાદના લોકો, એટલે સરદારો, એક બીજાને પૂછવા લાગ્યા, ક્યો માણસ છે? તે ગિલ્યાદમાં રહેનાર સર્વનો ઉપરી થશે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ગિલયાદના આગેવાનો એકબીજાને અને બધા લોકોને કહેવા લાગ્યા, “જે કોઈ આમ્મોનીઓ સાથે યુદ્ધ કરશે અને તેઓને હરાવશે તે ગિલયાદનો નેતા બનશે.”