Judges 11:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આમ્મોનીઓના રાજાએ યિફતાના સંદેશવાહકોને ઉત્તર આપ્યો, "જયારે ઇઝરાયલીઓ મિસરમાંથી બહાર નીકળી આવ્યા ત્યારે આર્નોનથી યાબ્બોક તથા યર્દન સુધી તેઓએ અમારો દેશ લઈ લીધો હતો; માટે હવે શાંતિથી તે અમને પાછો આપ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આમ્મોનના રાજાએ યફતાના સંદેશકોને જવાબ આપ્યો, “ઇઝરાયલીઓ ઇજિપ્તમાંથી નીકળી આવ્યા ત્યારે તેમણે આર્નોન નદીથી માંડીને યાબ્બોક નદી તેમજ યર્દન નદી સુધીનો મારો પ્રદેશ પચાવી પાડયો છે. હવે તમારે મને તે પ્રદેશ શાંતિપૂર્વક પાછો આપી દેવો જોઈએ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આમ્મોનપુત્રોના રાજાએ યિફતાના સંદેશિયાઓને ઉત્તર આપ્યો, “જ્યારે ઇઝરાયલ મિસરમાંથી આવતો હતો, ત્યારે આર્નોનથી તે યાબ્બોક તથા યર્દન સુધીનો મારો દેશ તેણે લઈ લીધો હતો; માટે હવે મૂગો મૂગો તે પાછો આપ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રાજાએ જવાબ આપ્યો, “જ્યારે ઈસ્રાએલીઓ મિસર આવ્યા ત્યારે આર્નોન નદીથી યાબ્બોક અને યર્દન નદી સુધીનો સમગ્ર દેશ અમાંરો હતો, પણ ઈસ્રાએલીઓએ અમાંરી પાસેથી તે લઈ લીધો. હવે શાંતિથી અમાંરા સર્વ પ્રદેશ અમને પાછા આપી દો.”