Judges 11:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇઝરાયલે અમોરીઓના રાજા સિહોન, જેણે હેશ્બોન પર રાજ કર્યું હતું તેને સંદેશો મોકલાવ્યો; ઇઝરાયલે તેને કહ્યું, "કૃપા કરીને, તારા દેશમાં થઈને અમને અમારા પ્રદેશમાં જવા દે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી ઇઝરાયલીઓએ પોતાના દેશમાં જવા હેશ્બોનના અમોરી રાજા સિહોન પાસે સંદેશકો મોકલીને તેના દેશમાં થઈને પસાર થવાની પરવાનગી માગી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી ઇઝરાયલે અમોરીઓના રાજા સિહોનની, એટલે હેશ્બોનના રાજાની પાસે સંદેશિયા મોકલ્યા, અને ઇઝરાયલે તેને કહેવડાવ્યું, ‘અમે તને વિનંતી કરીએ છીએ કે તારા દેશમાં થઈને અમને અમારા દેશમાં જવા દે.’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“ત્યારપછી ઈસ્રાએલીઓએ હેશ્બોન નગરના અમોરીઓના રાજા સીહોનને સંદેશવાહકોને કહેવા મોકલ્યા; અમને તમાંરા દેશમાં પસાર થઈને જવાદો જેથી અમે અમાંરા અંતિમ મુકામ પર જઈ શકીએ.”