Judges 11:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ગિલ્યાદની પત્નીએ પણ દીકરાઓને જન્મ આપ્યો હતો. જયારે તે દીકરાઓ મોટા થયા, ત્યારે તેઓએ યિફતાને ઘર છોડી દેવા બળજબરી કરી અને તેને કહ્યું, "અમારા ઘરમાંથી તને કોઈપણ પ્રકારનો વારસો મળશે નહિ. કેમ કે તું બીજી સ્ત્રીનો દીકરો છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ગિલ્યાદથી તેની પત્નીને પણ પુત્રો થયા હતા. એ પુત્રો જ્યારે મોટા થયા ત્યારે તેમણે યફતાને ઘરમાંથી કાઢી મૂક્યો. તેમણે તેને કહ્યું, “તને અમારા પિતાના વારસામાંથી કંઈ મળશે નહિ; તું તો બીજી સ્ત્રીનો પુત્ર છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ગિલ્યાદની પત્નીને પેટે [પણ] દીકરા થયા. અને તેની પત્નીના દીકરા મોટા થયા ત્યારે તેઓએ યિફતાને કાઢી મૂક્યો, ને તેને કહ્યું, “અમારા પિતાના ઘરમાં તને કંઈ વતન મળશે નહિ; કેમ કે તું બીજી સ્ત્રીનો દીકરો છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ગિલયાદની પત્નીને પણ પુત્રો હતાં અને જયારે તેઓ મોટા થયા, ત્યારે તેમણે યફતાને એમ કહીને કાઢી મૂકયો, “અમાંરા પિતાના વારસામાં તારો કશો ભાગ નથી. કારણ, તું બીજી સ્ત્રીનો પુત્ર છે.”