Judges 11:24 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તારો દેવ કમોશ જે વતન તને આપે છે, તે વતન શું તું નહિ લેશે? એટલે જે વતન અમારા પ્રભુ ઈશ્વરે અમને આપ્યું છે તે અમે લઈશું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમે હવે તે પ્રદેશ પાછો લઈ લેવાનો પ્રયાસ કરો છો? તમારા દેવ કમોશે તમને આપ્યો હોય તે પ્રદેશ તમે રાખો. પણ અમે તો અમારા ઈશ્વર પ્રભુએ અમારે માટે જે કંઈ પ્રદેશ લઈ લીધો છે તે રાખવાના છીએ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તારો દેવ કમોશ તને જે વતન આપે છે, તે વતન શું તુમ નહિ લે? તેમ અમારા ઈશ્વર યહોવાએ જેઓને અમારે માટે વતનહીન કર્યા છે, તેઓનું વતન અમે લઈશું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમાંરા દેવ કમોશે તમને જે આપ્યો છે તે દેશ તમે રાખો, અને અમે અમાંરા દેવ યહોવાએ અમને જે આપ્યો છે તે દેશ અમે રાખીશું.