Judges 11:34 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યિફતા પોતાને ઘરે મિસ્પામાં આવ્યો. ત્યાં તેની દીકરી તેને મળવાને ડફ વગાડતા તથા નૃત્ય કરતાં કરતાં બહાર આવી. તે તેનું એક માત્ર સંતાન હતું, તેના પછી તેને અન્ય દીકરો કે દીકરી ન હતાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યફતા જ્યારે મિસ્પામાં પોતાને ઘેર ગયો ત્યારે તેની પુત્રી ખંજરી વગાડતી અને નાચતી નાચતી તેને મળવાને આવી. તે તેની એકની એક પુત્રી હતી અને તેના સિવાય એને કોઈ સંતાન નહોતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી યિફતા પોતાને ઘેર મિસ્પામાં પાછો આવ્યો, ત્યારે જુઓ, તેની દીકરી ડફ લઈને નૃત્ય કરતી કરતી તેને મળવા બહાર આવી. તે તેની એકનીએક દીકરી હતી. તે વિના તેને દીકરો કે દીકરી કંઈ ન હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જયારે યફતા મિસ્પાહમાં પોતાને ઘેર આવ્યો ત્યારે તેની પુત્રી ખંજરી વગાડતી, અને નાચતી તેને મળવા દોડી આવી. તે તેનું એકનું એક સંતાન હતું. તેને બીજા કોઈ પુત્ર કે પુત્રી ન હતાં.