Judges 11:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યિફતાએ ગિલ્યાદના આગેવાનોને કહ્યું કે, "તમે શું મને ધિક્કાર્યો નહોતો? અને મારા પિતાના ઘરમાંથી મને કાઢી મૂક્યો ન હતો? હવે જયારે તમે સંકટમાં આવી પડ્યા છો ત્યારે મારી પાસે કેમ આવ્યા છો?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ યફતાએ જવાબ આપ્યો, “તમે તો મને ધિક્કારીને મારા પિતાના ઘરમાંથી કાઢી મૂક્યો હતો. હવે જ્યારે તમારા પર સંકટ આવી પડયું ત્યારે મારી પાસે શા માટે આવો છો?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે યિફતાએ ગિલ્યાદના વડીલોને કહ્યું, “તમે શું મને ધિક્કાર્યો નહોતો, અને મઆ પિતાના ઘરમાંથી શું મને કાઢી મૂક્યો નહોતો? હવે તમે સંકટમાં આવી પડ્યા ત્યારે મારી પાસે કેમ આવ્યા છો?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ યફતાએ ગિલયાદના વડીલોને કહ્યું, “તમે સૌએ માંરો તિરસ્કાર કર્યો અને મને માંરા પિતાના ઘરમાંથી હાંકી કાઢયો હતો, હવે તમે આફતમાં આવી પડયા હોવાથી માંરી પાસે આવો છો?”