Judges 11:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ગિલ્યાદના વડીલોએ યિફતાને કહ્યું, "અમે એટલા માટે તારી પાસે પાછા આવ્યા છીએ; કે તું અમારી સાથે આવે અને આમ્મોનીઓ સાથે લડાઈ કરે અને તું ગિલ્યાદમાં રહેનારા સર્વનો આગેવાન થાય."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે યફતાને કહ્યું, “તું અમારી સાથે આવીને આમ્મોનીઓ સામે લડાઈમાં ઊતરે અને ગિલ્યાદના સર્વ લોકોનો સેનાપતિ બને માટે અત્યારે અમે તારી પાસે આવ્યા છીએ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ગિલ્યાદના વડીલોએ યિફતાને કહ્યું, તું અમારી સાથે આવે, ને આમ્મોનપુત્રોની સામે લડે, તો તું ગિલ્યાદના સર્વ રહેવાસીઓ પર અમારો સરદાર થાય, એ માટે હમણાં અમે તારી પાસે આવ્યા છીએ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ગિલયાદના આગેવાનોએ યફતાને કહ્યું, “અમે તારી પાસે પાછા આવ્યા છીએ કારણ કે અમે ઊડી આફતમાં છીએ. અમાંરી સાથે ચાલ, આમ્મોનીઓ સામે યુદ્ધ કર અને ગિલયાદના બધા લોકોનો નેતા થા.”