Judges 12:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એફ્રાઇમના માણસો એકત્ર થઈને ઉત્તર તરફ ગયા. તેઓએ યિફતાને કહ્યું, "તું આમ્મોનીઓની વિરુદ્ધ લડવા ગયો ત્યારે તારી સાથે જવા માટે તેં અમને કેમ બોલાવ્યા નહિ? અમે તને તારા ઘરમાં પૂરીને આગ લગાડીશું."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એફ્રાઈમના માણસો યુદ્ધને માટે સજ્જ થયા; તેઓ યર્દન ઓળંગીને સાફોન આવ્યા અને યફતાને કહ્યું, “તારી સાથે લડાઈમાં બોલાવ્યા વિના તું આમ્મોનીઓ સામે યુદ્ધ કરવા સરહદ ઓળંગીને કેમ ગયો? અમે તને તારા ઘરમાં પૂરીને તેને સળગાવી દઈશું! ”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એફ્રાઈમના માણસો એકઠા થઈને સાફોન ગયા; અને તેઓએ યિફતાને કહ્યું, “તું આમ્મોનપુત્રોની સામે લડવા ગયો ત્યારે તારી સાથે જવા માટે તેં અમને કેમ બોલાવ્યા નહિ? અમે તને [અંદર] પૂરીને તારું ઘર બાળી નાખીશું.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એફ્રાઈમના કુળસમૂહ યુદ્ધ માંટે ભેગા થયા અને સાફોન ગયા. તેમણે યફતાને કહ્યું, “તું અમને બોલાવ્યા વિના આમ્મોનીઓ સામે લડવા કેમ ગયો? અમે તને તથા તારા ઘરને પણ સળગાવી દઈશું.”