Judges 12:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે મેં જોયું કે તમે મને બચાવ્યો નહિ, ત્યારે હું મારો જીવ જોખમમાં નાખીને આમ્મોનીઓની સામે ગયો અને ઈશ્વરે મને વિજય અપાવ્યો. હવે તમે શા માટે આજે મારી વિરુદ્ધ લડવાને આવ્યા છો?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મેં જોયું કે તમે હવે આવવાના નથી ત્યારે મેં મારો જીવ જોખમમાં નાખ્યો અને તેમની સામે લડવાને સરહદ ઓળંગી. પ્રભુએ મને તેમના પર વિજય પણ પમાડયો. તો તમે હવે મારી સામે લડવા કેમ આવ્યા છો?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તમે મને ઉગાર્યો નહિ એ મેં જોયું, ત્યારે હું મારો જીવ મુઠ્ઠીમાં લઈને આમ્‍મોનપુત્રોની સામે ગયો, ને યહોવાએ તેઓને મારા હાથમાં સોંપ્યા; તો હવે તમે આજે મારી સામે કેમ લડવા આવ્યા છો?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મેં જોયું કે તમે અમને મદદ કરવા આવ્યા નહોતાં, તેથી તમાંરી મદદ વિના હું એકલો માંરા જીવના જોખમે આમ્મોનીઓ સામે યુદ્ધ કરવા ગયો, યહોવાએ મને માંરા દુશ્મનો પર વિજય અપાવ્યો, તો પછી તમે આજે માંરી સાથે લડવા શા માંટે આવો છો?”