Judges 12:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યિફતાએ ગિલ્યાદના સર્વ માણસોને એકત્ર કર્યા અને એફ્રાઇમીઓ વિરુદ્ધ લડાઈ કરી. ગિલ્યાદના માણસોએ એફ્રાઇમના માણસો પર હુમલો કર્યો કેમ કે તેઓએ કહ્યું, "તમે એફ્રાઇમ તથા મનાશ્શા મધ્યે રહેનારા ગિલ્યાદીઓ - એફ્રાઇમથી નાસી આવેલા છો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી યફતા ગિલ્યાદના બધા માણસોને એકઠા કરીને એફ્રાઈમના માણસો સામે લડયો અને તેમને હરાવ્યા. (એફ્રાઈમીઓ આવું બોલ્યા હતા: “હે એફ્રાઈમ અને મનાશ્શામાં રહેનારા ગિલ્યાદીઓ, તમે એફ્રાઈમમાંથી નાસી આવેલા છો!”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી યિફતા ગિલ્યાદના સર્વ માણસોને એકઠા કરીને એફ્રાઈમની સાથે લડ્યો; અને ગિલ્યાદના માણસોએ એફ્રાઈમને માર્યો, કેમ કે તેઓએ કહ્યું હતું, ‘હે એફ્રાઈમ તથા મનાશ્શા મધ્યે રહેનારા ગિલ્યાદીઓ, તમે એફ્રાઈમથી નાસી આવેલા છો.’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યાર પછી યફતાએ ગિલયાદના બધા માંણસોને એકત્રિત કર્યા અને એફ્રાઈમના કુળસમૂહ સાથે લડાઈ કરી અને તેઓને હરાવ્યા; કારણ કે, એફ્રાઈમના લોકો તેમને હંમેશા કહેતા, “તમે સર્વ જે ગિલયાદમાં રહો છો, એફ્રાઈમથી ભાગી આવેલા છો, તમાંરી પાસે તમાંરી પોતાની જમીન નથી તમે એફ્રાઈમ અને મનાશ્શા વચ્ચે રહો.”