Judges 12:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ગિલ્યાદીઓએ યર્દન પાર કરીને એફ્રાઇમીઓને અટકાવ્યા અને જયારે કોઈ નાસી જતો એફ્રાઇમી બચી જતો ત્યારે તે કહેતો, "મને નદી પાર કરી જવા દે," ત્યારે ગિલ્યાદના માણસો તેઓને કહેતા, "શું તું એફ્રાઇમી છે?" જો તે એવો જવાબ આપે કે, "ના,"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એફ્રાઈમીઓને નાસી છૂટતા રોકવા માટે ગિલ્યાદીઓએ યર્દનના બધા ઘાટો કબજે કરી લીધા. જ્યારે નાસી છૂટવાનો પ્રયાસ કરનાર કોઈપણ એફ્રાઈમી નદી ઓળંગવા દેવા વિનંતી કરતો ત્યારે ગિલ્યાદના માણસો પૂછતા, “શું તું એફ્રાઈમી છે?” જો તે ના કહે,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ગિલ્યાદીઓએ એફ્રાઈમીઓની સામે યર્દનના આરા રોક્યા. અને એમ થતું કે કોઈ નાસી જતો એફ્રાઈમી કહેતો, ‘મને ઊતરી જવા દે, ’ ત્યારે ગિલ્યાદના માણસો તેને પૂછતાં, ‘શું તું એફ્રાઈમી છે?’ અને જો તે કહેતો,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે એફ્રાઈમના સૈન્યની પાછળ આવેલા યર્દનના આરા કબજે કરી લીધા, કોઈ એફ્રાઈમી યર્દન ઓળંગીને નાસી જવા પ્રયત્ન કરે તો ગિલયાદના રક્ષકો તેને પડકારતા. “શું તું એફ્રાઈમના કુળનો છે?” જો તે “ના” કહે તો