Judges 13:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
માનોઆ ઊઠીને પોતાની સ્ત્રીની પાછળ ચાલ્યો. અને તે માણસની પાસે આવ્યો. તેણે પૂછ્યું, "શું તમે તે જ માણસ છો કે જેમણે મારી પત્ની સાથે વાત કરી હતી?" તેણે કહ્યું "હા હું એ જ છું."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
માનોઆહ ઊઠીને તેની પત્નીની પાછળ પાછળ ગયો. તેણે પેલા માણસ પાસે જઈને તેને પૂછયું, “મારી પત્ની સાથે વાત કરનાર માણસ તમે જ છો?” તેણે જવાબ આપ્યો, “હા.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે માનોઆ ઊઠીને પોતાની પત્નીની પાછળ ગયો, અને તે માણસની પાસે આવીને તેને પૂછ્યુમ, “જે માણસે આ સ્ત્રીની સાથે વાત કરી હતી તે તું જ છે?” તેણે કહ્યું, “હું [એ જ] છું.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
માંનોઆહ ઊઠયો અને તેની પત્ની સાથે ઝડપથી પાછો આવ્યો. તેણે પેલા માંણસને પૂછયું, “તે દિવસે માંરી પત્ની સાથે વાત કરી હતી તે માંણસ તમે જ છો?” દેવદૂતે જવાબ આપ્યો, “હા, હું તે જ છું.”