Judges 13:16 — Compare Translations
3 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઈશ્વરના દૂતે માનોઆને કહ્યું, "જો હું રોકાઈ જાઉં તો પણ હું તારો ખોરાક ખાઈશ નહિ. પણ જો તું દહનીયાર્પણ તૈયાર કરે છે, તો તારે તે ઈશ્વરને ચઢાવવું જોઈએ." (માનોઆ જાણતો ન હતો કે તે ઈશ્વરનો દૂત છે).
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોવાના દૂતે માનોઆને કહ્યું, “તું મને રોકી રાખીશ, તોપણ હું તારી રોટલી ખાઈશ નહિ. અને જો તું દહનીયાર્પણ તૈયાર કરે, તો તે તારે યહોવાને ચઢાવવું જોઈએ.” કેમ કે માનોઆ જાણતો નહોતો કે તે યહોવાનો દૂત છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવાના દૂતે કહ્યું, “હું રોકાઈશ, તોયે તમાંરું ભોજન લઈશ નહિ, પણ જો તમાંરે દહનાર્પણ આપવું જ હોય તો યહોવાને આપો.” છતાં માંનોઆહને ખબર ન પડી કે આ યહોવાનો દૂત છે.