Judges 13:20 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યાં અગ્નિની જ્વાળા વેદી પરથી આકાશની તરફ ચઢી, ત્યારે ઈશ્વરનો દૂત વેદી પરથી જ્વાળામાં થઈને ઉપર ચઢી ગયો. માનોઆ અને તેની પત્ની તે જોઈ રહ્યાં અને તેઓ ભૂમિ પર નમી પડ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અગ્નિની જવાળાઓ વેદીમાંથી ઊંચે જતી હતી ત્યારે માનોઆહ અને તેની પત્નીએ પ્રભુના દૂતને અગ્નિની જવાળામાં થઈને આકાશમાં ચડી જતાં જોયો. માનોઆહને ત્યારે ખબર પડી કે એ તો પ્રભુનો દૂત છે. અને તેણે તથા તેની પત્નીએ ભૂમિ સુધી નમીને પ્રણામ કર્યાં. તેમણે ફરીથી એ દૂતને જોયો નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે અગ્નિની જવાળા વેદી પરથીઇ આકાશમાં ચઢી, ત્યારે એમ બન્યું કે યહોવાનો દૂત વેદીની જવાળમાં થઈ ઉપર ચઢી ગયો. અને માનોઆ તથા તેની પત્ની જોઈ રહ્યાં; અને તેઓ ભૂમિ પર ઊંધા પડ્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યજ્ઞનો ભડકો આકાશ તરફ ઊંચે ચડ્યો ત્યારે એ જવાળાઓમાં દેવનો દેવદૂત માંનોઆહ અને તેની પત્નીના દેખતાં એ જવાળાઓમાં આકાશમાં ઊચે ગયો. આ જોયા પછી બંને જણાએ તેઓના મુખ નીચે જમીન તરફ રાખ્યા.