Judges 13:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો, તું સગર્ભા થશે. અને પુત્રને જન્મ આપશે. તું તેના માથા પર કદી અસ્ત્રો ફેરવીશ નહિ, કેમ કે તે છોકરો ગર્ભસ્થાનથી જ ઈશ્વરને માટે નાઝીરી થશે. અને તે પલિસ્તીઓના હાથમાંથી ઇઝરાયલને છોડાવશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તારો પુત્ર જન્મે તે પછી તારે એના માથાના વાળ કદી કાપવા નહિ. કારણ, તે છોકરો ગર્ભાધાનથી જ નાઝીરી તરીકે સમર્પિત થશે. તે ઇઝરાયલને પલિસ્તીઓના હાથમાંથી છોડાવવામાં અગ્રભાગ ભજવશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે જો તને ગર્ભ રહેશે, ને પુત્રનો પ્રસવ થશે. અસ્ત્રો તેના માથા પર કદી ન ફરે; કેમ કે તે છોકરો ગર્ભાધાનથી ઈશ્વરને માટે નાઝારી થશે. અને તે પલિસ્તીઓના હાથમાંથી ઇઝરાયલને ઉગારવા માંડશે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કારણ કે હવે તું ગર્ભવતી થશે અને એક પુત્રને જન્મ આપશે માંટે તેના વાળ કદી કપાવીશ નહિ, તે એક નાઝીરી થશે. તે પલિસ્તીઓના હાથમાંથી ઈસ્રાએલીઓને મુક્ત કરશે.”