Judges 13:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે તે સ્ત્રીએ આવીને પોતાના પતિને કહ્યું કે, "ઈશ્વરનો એક માણસ મારી પાસે આવ્યો હતો, તેનો દેખાવ ઈશ્વરના દૂત જેવો હતો, તેથી મને ઘણી બીક લાગી. તે ક્યાંથી આવ્યો તે મેં પૂછ્યું નહિ, તેણે પણ પોતાનું નામ મને કહ્યું નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી સ્ત્રીએ જઈને તેના પતિને કહ્યું, “મારી પાસે એક દૈવી પુરુષ આવ્યો હતો, તેનો ચહેરો ઈશ્વરના દૂતના ચહેરા જેવો ખૂબ પ્રભાવશાળી હતો. તે ક્યાંથી આવ્યો હતો તે મેં તેને પૂછયું નહિ, તેમ તેણે મને તેનું નામ પણ કહ્યું નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી તે સ્ત્રીએ આવીને પોતાના પતિને કહ્યું, “ઈશ્વરનો એક માણસ મારી પાસે આવ્યો હતો, ને તેનું મુખ ઈશ્વરના દૂતના મુખ જેવું, ઘણું ભયંકર હતું. અને તે ક્યાંથી આવ્યો એ મેં તેને પૂછ્યું નહિ, ને તેણે પણ પોતાનું નામ મને કહ્યું નહિ;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી એ સ્ત્રીએ જઈને પોતાના પતિને આ વાત કરી, “દેવનો માંણસ માંરી પાસે આવ્યો હતો. એનો દેખાવ દેવના દૂત જેવો ખૂબ જ તેજસ્વી દેખાતો હતો. તે કયાંથી આવ્યો તે મેં એને પૂછયું નહોતું, તેમ તેણે મને પોતાનું નામ પણ કહ્યું નહોતું.