Judges 14:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સામસૂને તેઓને કહ્યું, "હવે હું તમને એક ઉખાણું કહું. જો તમારામાંનો કોઈ તે શોધી આપે અને ઉજાણીના સાત દિવસોમાં તેનો જવાબ કહે, તો હું શણના ત્રીસ ઝભ્ભા તથા ત્રીસ જોડી વસ્ત્રો તેને આપીશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શિમશોને તેમને કહ્યું, “હું તમને એક ઉખાણું કહીશ. લગ્નની મિજબાનીના સાત દિવસ પૂરા થયા પહેલાં તમે મને તેનો અર્થ કહેશો તો તમારામાંથી ત્રીસે જણને હું મુલાયમ અળસીરેસાનાં ત્રીસ ઝભ્ભા અને ત્રીસ જોડ વસ્ત્રો આપીશ. પણ જો તમે મને એનો અર્થ ન કહી શકો તો તમારે મને ત્રીસ ઝભ્ભા અને ત્રીસ જોડ વસ્ત્રો આપવાં પડશે.” તેમણે કહ્યું, “અમને ઉખાણું તો કહી સંભળાવ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સામસૂને તેઓને કહ્યું, “હું તમને એક ઉખાણું કહું; અને ઉજાણીના સાત દિવસોમાં જો તેનો અર્થ ખોળી કાઢીને તમે મને કહેશો, તો હું તમને શણનાં ત્રીસ ઝભ્ભા તથા ત્રીસ જોડ વસ્ત્ર આપીશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સામસૂને તેઓને કહ્યું, “હું તમને એક ઉખાણું પૂછું છું તમે જો માંરા મહેમાંન તરીકેના સાત દિવસના રહેવાસ દરમ્યાન એનો જવાબ આપી શકશો તો હું તમને ત્રીસ જોડ ઉમદા કપડાં અને ત્રીસ જોડ રોજ પહેરવાના કપડાં આપીશ.