Judges 14:16 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સામસૂનની પત્ની તેની આગળ રડવા લાગી, "તું જે સર્વ કરે છે તે દ્વારા મને ધિક્કારતો હોય એવું લાગે છે! તું મને પ્રેમ કરતો નથી. તેં મારા કેટલાક લોકોને ઉખાણું કહ્યું, પણ તેં મને તેનો જવાબ કહ્યો નથી." સામસૂને તેને કહ્યું, "અહીંયાં જો, મેં મારા માતાપિતાને કહ્યું નથી, તો શું હું તને કહું?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી શિમશોનની પત્નીએ તેની આગળ રડતાં રડતાં કહ્યું, “તને મારા પર પ્રેમ નથી; બલ્કે તું મને ધિક્કારે છે. તેં મારા દેશબધુંઓને ઉખાણું કહ્યું છે, પણ મને તેનો અર્થ જણાવ્યો નથી.” તેણે કહ્યું, “જો, મેં મારાં માતપિતાને ય તેનો અર્થ કહ્યો નથી; તો પછી તને શા માટે કહું?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે સામસૂનની સ્‍ત્રીએ તેની આગળ રડી પડીને કહ્યું, “તું મને તદ્દન ધિક્કારે છે, ને મારા પર કંઈ પ્રેમ રાખતો નથી. તેં મારા લોકોને એક ઉખાણું કહ્યું છે, પણ મને [તેનો અર્થ] કહ્યો નથી.” તેણે તેને કહ્યું, “જો, મેં મારાં માતા પિતાને તેનો અર્થ કહ્યો નથી, તો હું શું તને કહું?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એટલે સામસૂનની પત્ની તેને ગળે વળગીને રડવા લાગી અને બોલી, “તમને માંરા પ્રત્યે જરાયે પ્રેમ નથી, તમે મને ધિક્કારો છો, કારણ કે તમે માંરા લોકોને ઉખાણું પૂછયું છે અને મને તેનો જવાબ કહ્યો નથી!” તેણે જવાબ આપ્યો, “મેં માંરા માંતાપિતાને પણ જવાબ નથી કહ્યો, પછી તને શા માંટે કહું?”