Judges 14:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને નગરના લોકોએ તેને કહ્યું, "સાતમે દિવસે સૂર્યાસ્ત થયા અગાઉ નગરના લોકોએ તેને કહ્યું, "મધ કરતાં મીઠું શું છે? સિંહ કરતાં બળવાન શું છે?" સામસૂને તેઓને કહ્યું, "જો તમે મારી વાછરડીથી ખેડ્યું ન હોત, તો તમે મારા ઉખાણાનો જવાબ શોધી શક્યા ન હોત."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી સાતમે દિવસે સૂર્યાસ્ત પહેલાં નગરનાં માણસોએ તેને કહ્યું, “મીઠું શું છે મધ કરતાં? બળિયું શું છે સિંહ કરતાં?” શિમશોને જવાબ આપ્યો, “તમે મારી ગાયથી ખેડયું ન હોત, તો તમને તેના ઉકેલની ખબર પડી ન હોત.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સાતમે દિવસે સૂર્યાસ્ત થયા અગાઉ તે નગરના માણસોએ તેને કહ્યું, “મધથી મીઠું શું છે? અને સિંહથી બળવાન શું છે?” તેણે તેઓને કહ્યું, “જો મારી વાછરડીથી તમે ખેડ્યું ન હોત, તો તમને મારા ઉખાણાનો પત્તો લાગત નહિ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એટલે સાતમે દિવસે સામસૂન શયનગૃહમાં દાખલ થાય તે પહેલાં શહેરના લોકોએ તેને કહ્યું, “મધ કરતાં મીઠું શું? સિંહ કરતાં બળવાન શું?” સામસૂને પ્રત્યુત્તર આપ્યો, “તમને જો માંરી ગાયથી ખેડ્યું ન હોત તો માંરા ઉખાણાનો પત્તો તમને કદી મળ્યો ન હોત.”