Judges 14:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે ઈશ્વરનો આત્મા અચાનક સામસૂન પર પરાક્રમ સહિત આવ્યો. સામસૂન આશ્કલોનમાં ગયો અને તેઓમાંના ત્રીસ પુરુષોને મારી નાખ્યા. તેણે તેઓનો લૂંટેલો માલ લઈ લીધો અને જેઓએ તેના ઉખાણાનો જવાબ આપ્યો હતો તેઓને તેણે ત્રીસ વસ્ત્રોની જોડ આપી. તે ક્રોધાયમાન થયો અને તે પોતાના પિતાના ઘરે જતો રહ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એકાએક પ્રભુનો આત્મા શિમશોન પર આવ્યો અને તેણે આશ્કલોનમાં જઈને ત્રીસ માણસોને મારી નાખીને તેમનાં વસ્ત્ર લૂંટી લીધાં અને ઉખાણાનો ઉકેલ બતાવનાર જુવાનોને આપ્યાં. જે કંઈ બન્યું તેને લીધે તે ક્રોધથી ધૂંઆપૂંઆં થઈ ગયો, પછી તે પોતાના પિતાને ઘેર જતો રહ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી યહોવાનો આત્મા તેના પર પરાક્રમસહિત આવ્યો, ને તેણે આશ્કલોનમાં જઈને તેઓમાંના ત્રીસ જણને માર્યા, ને તેઓનાં વસ્ત્ર લૂટી લઈને જે માણસોએ તે ઉખાણાનો અર્થ કહી બતાવ્યો હતો તેઓને તે આપ્યાં. અને તેને ક્રોધ ચઢ્યો, ને તે પોતાના પિતાના ઘેર ચાલ્યો ગયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી યહોવાના આત્માંએ સામસૂનમાં પ્રવેશ કર્યો, તે તરત જ આશ્કલોન ગયો અને ત્યાં તેણે ત્રીસ માંણસોને માંરી નાખ્યા, તેણે તેઓના વસ્ત્રો લઈ લીધા, અને તેઓને નગ્ન કરી દીધા અને તેમના વસ્ત્રો તેના ઉખાણાનો જવાબ આપનારા લોકોને આપી દીધાં, પછી તે ખૂબ ગુસ્સે થયો અને પોતાના પિતાને ઘેર ચાલ્યો ગયો.