Judges 14:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ તેનાં માતાપિતાએ તેને કહ્યું, "શું આપણાં સગાંઓમાં કે આપણા સર્વ લોકોમાં શું કોઈ સ્ત્રી નથી કે તું બેસુન્નત પલિસ્તીઓમાંથી પત્ની લાવવા કહે છે?" સામસૂને તેના પિતાને કહ્યું, "તેને મારા માટે લાવી આપો, કેમ કે તે મને ગમે છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ તેનાં માતપિતાએ તેને પૂછયું, “તારે પત્ની મેળવવા માટે એ પરપ્રજાના પલિસ્તીઓ પાસે શા માટે જવું જોઈએ? તને આપણાં જ કુળમાંથી કે આપણા બધા લોકોમાંથી છોકરી મળતી નથી?” પણ શિમશોને તેના પિતાને કહ્યું, “મારે તો એની જ સાથે લગ્ન કરવું છે. મને તે ગમી ગઈ છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે તેનાં માતાપિતાએ તેને કહ્યું, “તારા ભાઈઓની દીકરીઓમાં અથવા મારા સર્વ લોકોમાં શું કોઈ સ્‍ત્રી નથી કે, તું બેસુન્‍નત પલિસ્તીઓમાં સ્‍ત્રી લેવા જાય છે?” સામસૂને પોતાના પિતાને કહ્યું, “મારા માટે તેને લાવો કેમ કે તે મને બહુ ગમે છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ તેનાં માંબાપે તેને કહ્યું, “શું આપણાં સગાંસંબંધીઓમાં કે આપણી જાતિમાં શું કન્યાઓ નથી કે અમાંરે તને સુન્નતવગરના પલિસ્તીઓને સંબંધિત સ્ત્રી જોડે તને પરણાવવો પડે?” પણ સામસૂને તેઓને કહ્યું, “મને એ ગમે છે, અને માંરા માંટે તેને લઈ આવો.”