Judges 14:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઈશ્વરનો આત્મા અચાનક તેના પર આવ્યો, જેમ તે નાની બકરીને ચીરી નાખતો હોય તેમ તેણે સિંહને ખૂબ સરળતાથી ચીરી નાખ્યો અને તેના હાથમાં કંઈ પણ નહોતું. તેણે જે કર્યું હતું તે તેણે તેના માતાપિતાને કહ્યું નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ અચાનક પ્રભુનો આત્મા શિમશોન પર આવ્યો, અને શિમશોને હાથમાં કોઈ હથિયાર ન હોવા છતાં એક લવારાની જેમ તે સિંહને ચીરી નાખ્યો. પણ તેણે તેનાં માતપિતાને એ વિશે કહ્યું નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ વખતે યહોવાનો આત્મા પરાક્રમસહિત તેના પર આવ્યો, ને જેમ બકરીના બચ્ચાને ચીરી નાખે તેમ તેણે એને ચીરી નાખ્યો, ને તેના હાથમાં કંઈ [પણ] ન હતું. પણ તેણે જે કામ કર્યું હતું તેની ખબર તેણે પોતાનાં માતાપિતાને આપી નહિ. ન હતું. પણ તેણે જે કામ કર્યું હતું તેની ખબર તેણે પોતાનાં માતાપિતાને આપી નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવાના આત્માંએ સામસૂનમાં પ્રવેશ કર્યો, અને તેના હાથમાં કોઈ હથિયાર નહોતું તેમ છતાં તેણે એ સિંહને જાણે લવારું ન હોય તેમ ચીરીને ફાડિયાં કરી નાખ્યો, પણ તેણે પોતાના માંતાપિતાને આ વાત કહી નહિ.